અમારા સલાહકારો

Kishori J Udeshi

કિશોરી જે. ઉદેશી

શ્રીમતી કિશોરી જે. ઉદેશી એવા પ્રથમ મહિલા હતા, જેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા હતા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ દ્વારા નામાંકિત થવાથી આરબીઆઇના પ્રથમ એક્ઝિક્યુટીવ ડિરેક્ટર હોવાનું ગૌરવ પણ ધરાવે છે. ડેપ્યુટી ગવર્નર હોવાના નાતે તેમના પોર્ટફોલિયોમાં બેન્કિંગ અને નોન-બેન્કિંગ ક્ષેત્રના નિયમન અને દેખરેખનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ, સ્વીટ્ઝરલેન્ડ માટે બેન્ક દ્વારા બેન્કિંગ દેખરેખ માટે સ્થાપિત કરવામાં આવેલી બેઝલ કમિટિમાં તેમણે કોર પ્રિન્સીપલ્સ લાયઝન ગ્રુપ અને કોર પ્રિન્સીપલ્સ વર્કિંગ ગ્રુપ ઓન કેપીટલનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

ડેપ્યુટી ગવર્નર તરીકે, તેઓ સેબી, નાબાર્ડ અને એક્ઝિમ બેન્કના બોર્ડમાં હતા અને તેમણે ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ (પ્રા.) લિ.ના ચેરપર્સન તરીકે પણ સેવા આપી છે. તેમણે ડિપોઝીટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનના ચેરપર્સન તરીકે પણ સેવા આપી છે. વર્ષ-૨૦૦૬માં આરબીઆઇ દ્વારા ધ બેન્કિંગ કૉડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન તરીકે પણ તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે ડિસેમ્બર-૨૦૧૧માં આ ઓફિસમાંથી પદ છોડ્યું હતું. ભારત સરકારે જસ્ટિસ શ્રીકૃષ્ણાની અધ્યક્ષતામાં ફાયનાન્શિયલ સેક્ટર લેજીસ્લેટીવ રીફોર્મ્સ કમિશનના એક સભ્ય તરીકે તેમની નિયુક્તિ કરી હતી. મહારાષ્ટ્ર સરકારે પણ બોર્ડ ઓફ ધ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, મુંબઇમાં તેમને નામાંકિત કર્યા હતા. તેઓ કેટલીક કંપનીઓમાં એક ઇન્ડીપેન્ડન્ટ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમએ પણ કર્યું છે.

Berjis Desai

બર્જિસ દેસાઇ

જે. સાગર એસોસીએટ્સના એક ભૂતપૂર્વ વરિષ્ઠ ભાગીદાર, શ્રી દેસાઇ અત્યારે એક ખાનગી વકીલ છે. તેઓ કોર્પોરેટ અને મર્કેન્ટાઇલ કાયદાના નિષ્ણાત છે અને તેઓ ૧૯૮૦થી પ્રેક્ટિસ કરી રહ્યા છે. વર્ષ-૧૯૯૭થી વર્ષ-૨૦૦૩ દરમિયાન તેઓ ઉદવાડિયા, ઉદેશી એન્ડ બર્જિસના મેનેજિંગ પાર્ટનર હતા. હાલમાં શ્રી દેસાઇ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ આર્બીટ્રેશન અને લંડન કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ આર્બીટ્રેશનની આર્બીટ્રેટર્સની પેનલમાં છે. તેમણે ‘ઇન્ડિયન ડેઇલી’માં પણ એક પત્રકાર તરીકેની કામગીરી કરી છે અને તેઓ અમેરિકન આર્બીટ્રેશન એસોસીએશનના એસોસીએટ મેમ્બર તેમજ આઇસીસી-ઇન્ડિયા અને ધ બોમ્બે-ઇન્કોર્પોરેટ લૉ સોસાયટીના સભ્ય પણ છે. તાજેતરમાં તેઓ ઘણા કોર્પોરેટ્સમાં નોન-એક્ઝિક્યુટિવ ઇન્ડીપેન્ડન્ટ બોર્ડ મેમ્બર તરીકે બોર્ડમાં હોદ્દાઓ ધરાવે છે.

P H Ravikumar

પી. એચ. રવિકુમાર

નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં ચાર દશકાઓના અનુભવ સાથે તેઓ એક કોમર્શિયલ બેન્કર છે. શ્રી રવિકુમાર, વાસ્તુ હાઉસીંગ ફાયનાન્સમાં એક નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે. તેઓ એક એવી કૉર ટીમનો ભાગ હતા, જેમણે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડની સ્થાપના અને નિર્માણ કર્યું હતું. તેમની ટીમના સહયોગથી તેઓ નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરીવેટીવ્ઝ એક્સચેન્જ લિમિટેડમાં ફાઉન્ડર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓના પદ પર રહ્યા હતા અને સેવા પ્રદાન કરી હતી. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ બેન્કર્સ અને ચાર્ટર્ડ ઇન્સ્ટીટ્યુટ ઓફ બેન્કર્સ, લંડનના એક એસોસીએટ તરીકે વ્યાવસાયિક લાયકાતો ધરાવતા એક કોમર્સ ગ્રેજ્યુએટ છે. તેઓ ધ સિક્યોરીટીઝ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્સ્ટીટ્યુટ, લંડનના એક અધ્યેતા પણ છે.

બોબી પરીખ

બોબી પરીખ, ‘બોબી પરીખ એસોસીએટ્સ’ નામના બુટીક ફર્મના સંસ્થાપક છે, જે સ્ટ્રેટેજિક ટેક્સ અને રેગ્યુલેટરી એડવાઇઝર સર્વિસીસ પ્રદાન કરે છે. તેમના કેન્દ્રીકરણનો પ્રાથમિક વિસ્તાર આંતરિક, બાહ્ય અથવા સંપૂર્ણપણે સ્થાનિક સંસ્થાઓના વ્યવહારો અને વ્યાપાર પુનર્ગઠનના અન્ય સ્વરૂપોના સંબંધમાં ટેક્સ અને નિયમનકારી સલાહ પ્રદાન કરવાનો છે. બોબી વિસ્તૃતપણે ખાનગી ઇક્વિડી ભંડોળો, અન્ય સંસ્થાકીય રોકાણકારો અને વ્યાપારોના માલિકો અને મેનેજરો સાથે કાર્ય કરે છે. તેઓ નવા નિયમનો અને નીતિઓની રચનામાં સહાય કરવા માટે સલાહ પ્રદાન કરવા બાબતે નિયમનકારો અને નીતિ ઘડવૈયાઓ સાથે સંકળાયેલા છે. બોબી, બીએમઆર એડવાઇઝર્સના સહ-સ્થાપક પણ હતા, જે કરવેરા અને લેવડદેવડ સંબંધિત ખૂબ જ સન્માનનીય ફર્મ છે, જેમાં તેમણે આ ફર્મની સ્થાપના કરવામાં અને ૧૨ વર્ષ સુધી ચલાવવામાં મદદ કરી હતી. અગાઉ તેઓ ભારતમાં અર્ન્સ્ટ એન્ડ યંગમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને આર્થર એન્ડરસનમાં મેનેજિંગ ડિરેક્ટર રહી ચુક્યા છે. બોબી, સંખ્યાબંધ ટ્રેડ અને બિઝનેસ એસોસીએશન્સ તેમજ નોન-ગવર્ન્મેન્ટ્લ, નોટ-ફોર-પ્રોફીટ ઓર્ગેનાઇઝેશન્સ અને ખાનગી તેમજ લિસ્ટેડ ઇન્ડિયન કંપનીઓના એડવાઇઝરી અને એક્ઝિક્યુટિવ બોર્ડ્સના સભ્ય પણ રહી ચુક્યા છે. તેઓ મુંબઇ યુનિવર્સિટીના એક કોમર્સ ગ્રેજ્યુએટ છે તેમજ એક પ્રતિષ્ઠિત ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ પણ છે.

કેનેથ એન્ડ્રેડ

કેનેથ એન્ડ્રેડ, ઓલ્ડ બ્રિજ કેપીટલ મેનેજમેન્ટના ફાઉન્ડીંગ ડિરેક્ટર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરનું પદ ધરાવે છે. તેઓ ઇન્ડિયન કેપીટલ માર્કેટ્સમાં ૨૬ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમના કાર્યના મુખ્ય વિસ્તારોમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચનો સમાવેશ થાય છે. આ પહેલાં, તેઓ આઇડીએસસી એસેટ મેનેજમેન્ટમાં ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હતા, જ્યાં તેઓ ૯ બિલિયન અમેરિકન ડોલરના કોર્પસ ઉપર દેખરેખ રાખતા હતા. તેમના નેતૃત્વ હેઠળ, આઇડીએફસી એસેટ મેનેજમેન્ટને ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ તરીકેની શ્રેણી પ્રાપ્ત થઇ હતી. આઇડીએફસી એસેટ મેનેજમેન્ટ સાથેના તેમના કાર્યકાળ પહેલાં તેઓ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ ખાતે પોર્ટફોલિયો મેનેજરનો હોદ્દો સંભાળતા હતા અને તેમણે બંને સંસ્થાઓ માટે એસેટ મેનેજમેન્ટ બિઝનેસના વિકાસમાં એક ચાવીરૂપ સંસાધન તરીકે સેવા આપી છે. તેઓ એન. એમ. કૉલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ, મુંબઇ યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ છે.

wpChatIcon