અમારા અનુસરણકર્તાઓને ખુલ્લો પત્ર

પ્રિય ગ્રાહકો, સહયોગીઓ અને શુભેચ્છકો,

અમારા માર્ગદર્શકો દ્વારા મળતા માર્ગદર્શન અને વ્યૂહાત્મક સલાહ, અમારી ટીમના ઉત્સાહ અને પ્રતિબદ્ધતા તેમજ બજારના વિભિન્ન સહભાગીઓ પાસેથી મળતા સલાહ-સૂચનો બદલ અમે આભારી છીએ, જેમને લીધે આઇએનએસપીએલ, ભારતમાં વારસાઇ સંબંધિત સેવાઓમાં સક્રિય અગ્રણી બની શક્યું છે.

જ્યારે અમે અમારા સ્વપ્નને એક અવધારણામાં પરિવર્તિત કરીને વર્તમાન સેવા પ્રસ્તાવોમાં તેને માન્યતા આપી અને શિલ્પકૃત કરી ઓપ આપ્યો ત્યારે અમે અમારા શુભેચ્છકો અને સમર્થકોના સમર્થન માટે ખૂબ જ કૃતજ્ઞ છીએ કે જેમણે અમારી સેવાઓનું મહત્વપૂર્ણ મૂલ્યાંકન કર્યું. તેમણે આપેલા સલાહ-સૂચનો થકી અમે અમારી કાર્ય-સેવાઓમાં અનુરૂપ સુધારણાત્મક ફેરફારો કર્યા અને અમે સંપૂર્ણતાની નજીક પહોંચી શક્યા અને બજાર-સ્વીકૃત સેવાઓ પ્રદાન કરી શક્યા.

‘અનુસરણકર્તા” પરિભાષાનો ઉપયોગ આપણે આપણી માધ્યમિક શાળાઓમાં ‘કોપીકેટ(નકલખોર)’ના પર્યાય તરીકે  કરતા  હતા.񔞳 જેમ જેમ આપણે મોટા થતા ગયા, પરિપક્વતા અને ગંભીરતાએ શૈક્ષણિક તેજસ્વિતા પરત્વે પારસ્પરિક આદર અને સન્માનના ભાવનો પડદો ઢાંકી દીધો અને ‘નકલખોર’ શબ્દના ઉપયોગનો માર્ગ મોકળો કર્યો.

એવી કેટલીક સંસ્થાઓ/લોકો હોય છે અને રહેશે કે જેઓ આઇએનએસપીએલની નકલ કરવાનો પ્રયાસ કરે છે અને ન્યુનતમ ફેરફારો સાથે અસલ વિચારોમાંથી જન્મ લેતા સમાન સેવાના પ્રસ્તાવો આપશે. આવી સંસ્થાઓ તેમના દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓને તેમનું પોતાનું સર્જન હોવાનો દાવો કરે છે. સામાન્ય રીતે, ગ્રાહકો પ્રેરણા અને આબેહૂબ નકલ વચ્ચેનો તફાવત અનુભવતા નથી. તેઓ તેમના મર્યાદિત ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમની પસંદગીની કિંમત અને સમયે તેમની આવશયક્તાઓની પૂર્તિ માટે સેવાની તેમની જરૂરિયાતને પ્રાથમિકતા આપી શકે છે. જોકે, એ સર્વવિદિત અને સ્વીકૃત છે કે નકલ હંમેશા અસલથી અલગ પડે છે. વધુમાં જણાવવાનું કે, પ્રેરણાની યોગ્ય પ્રશંસા કરવી જરૂરી છે. પ્રેરણા એ અમારી સેવા સંરચનાનું મૂળ છે.

અમારી ટીમના વિચારશીલ સભ્યોએ પ્રવર્તમાન ભેદ ઉપર કાર્ય કર્યું છે અને અસ્ક્યામતોના હસ્તાંતરણ અને પ્રવાહન સાથે સંકળાયેલા પડકારોને સંબોધવા માટે વ્યક્તિગત કે સામુહિક રીતે સામનો કરવી પડતી સમસ્યાના ઉકેલની સંભાવના ઉપર કાર્ય કર્યું છે.

આમ, અમે અર્થપૂર્ણ સેવા પ્રદાન કરવાના વિચારને અપનાવ્યો છે, જે માનવીય વર્તણૂકમાં ફેરફાર લાવવા ઇચ્છે છે અને તેમાં સુધારણા પણ લાવે છે. આ એક સરળ વિચાર હતો કે જે વધુ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે ઉપર આવ્યો અને આમ, સેવા પ્રસ્તાવ દ્વારા એક એકીકૃત ઉકેલની રચના કરવામાં આવી. અમારો એકમાત્ર ઉદ્દેશ્ય, ઇનહેરીટન્સને સક્ષમ બનાવવાનો હતો.

સ્વપ્નદ્રષ્ટાઓમાંથી અમલકર્તાઓમાં પરિવર્તિત થવાથી આઇએનએસપીએલે આ વિષયમાં એક વ્યાવહારિક સેવા પ્રદાન કરી છે, જેમાં અમારા પગ જમીન ઉપર છે, અમારી આંખો વિકસતી ગતિશીલતા ઉપર છે અને અમારા મન અને હૃદય એવા અભ્યાસુ બની ગયા છે કે ઉદાસીનતાનું સ્થાન સહાનુભૂતિએ લઈ લીધું છે.

અમે એક ટીમના સ્વરૂપમાં શોકગ્રસ્ત પરિવારની વિનમ્રતાપૂર્વક સેવા કરવા અને જીવન જીવવાનું શીખવા માટે આકસ્મિક શૂન્યતામાં ઉકેલ સ્થાપિત કરવામાં મદદરૂપ થવાનો સંકલ્પ લઈએ છીએ.

સંસ્થાપક અને પહેલકર્તા

antalya bayan escort
Free Porn
Ev depolama Ucuz nakliyat teensexonline.com
wpChatIcon