સંલગ્ન મૂલ્યવર્ધિત
સેવાઓઃ

allied-value-added-services

હયાત જીવનસાથી/શોકગ્રસ્ત પરિવારના નજીકના સંબંધી માટે વેલ્થ મેનેજર્સ, સક્સેશન પ્લાનર્સ અને ફેમિલી ઓફિસો દ્વારા ડિજિટલ લોકર સર્વિસ પ્રોવાઇડર્સ, પાસવર્ડ મેનેજમેન્ટ કંપનીઓ, કસ્ટોડિયન સર્વિસીસ એન્ડ એક્ઝિક્યુટરશીપ્સ, ટ્રસ્ટીશીપ કંપનીઓ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઝરી સાથે જોડાણો ચાલી રહ્યા છે.

સ્થાવર અસ્ક્યામતોની તબદિલી અને પ્રવાહનઃ

Transfer-Transmission-immovable

જમીન, ઘર, મિલકત અને અન્યો સહિત સ્થાવર અસ્ક્યામતોના નિર્બાધ પ્રવાહન/તબદિલી માટે મૃતકના વારસદારો/લાભાર્થીઓ સાથે દરેક ઔપચારિક્તાઓ પૂર્ણ કરવામાં સહાય કરવી, માર્ગદર્શન આપવું.

દાવાઓની પતાવટઃ

claim-settlement

નિયોક્તાઓ, વીમાકર્તાઓ અને અન્યોની સાથે બાકી લેણાંઓની પતાવટ માટે સંબંધિત સત્તાધિકારીઓ સાથે વાતચીત કરવી, જે ફક્ત ઇપીએલ દાવાઓઓ સુધી જ મર્યાદિત નથી અને તેની સાથે ફરજ દરમિયાન મૃત્યુને કારણે અને નિર્દિષ્ટ પરિસ્થિતિઓમાં કરવામાં આવતા અન્ય આકસ્મિક દાવાઓ પણ સામેલ છે.

કરવેરા સલાહ

tax-assistance

કરવેરા સંબંધિત કોઇ પણ સલાહ માટે પેનલમાં રહેલા વ્યાવસાયિકો થકી લાભાર્થી/વારસદારને સલાહ પ્રદાન કરવી. વારસાઇ સંબંધિત કરપદ્ધતિ સાથે બિન-નિવાસી ભારતીયોને મદદ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સીએ ફર્મ્સ સાથે જોડાણ કરવું અને બિન-નિવાસી ભારતીયો માટે સીઆરએસ ઘોષણાઓના સંબંધમાં સમયાંતરે અનુપાલનમાં સહાય પ્રદાન કરવી.

કાનૂની સહાય – વસિયતનામાનો મુસદ્દો અને સંચાલન

legal-assistance will-drafting

સમગ્ર ભારતના પ્રતિષ્ઠિત વકીલો પાસેથી કાનૂની સલાહ મેળવવાની જોગવાઇ તેમજ હયાત જીવનસાથી માટે વસિયતનામાનો મુસદ્દો બનાવવો , પ્રોબેટ, વારસાઇ પ્રમાણપત્ર વગેરે માટે વસિયતનામા સંચાલન જેવી સેવાઓ સહિત જટિલ પારિવારિક પરિસ્થિતિઓ માટે દરેક પ્રકારની કાનૂની સહાયની જોગવાઇ.

જંગમ અસ્ક્યામતોની તબદિલી અને પ્રવાહનઃ

Transfer-Transmission

વસિયતનામા સાથે કે તેના વગર પીપીએફ, ઇપીએફ સેવિંગ્સ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ, બેન્ક સેવિંગ્સ, બેન્ક/કંપની ડિપોઝીટ્સ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ, ઇક્વિટી શેર પોર્ટફોલિયો અને બોન્ડ્સ સહિત મૃતકની જંગમ અસ્ક્યામતોના નિર્બાધ પ્રવાહન/તબદિલી માટે મૃતકના વારસદારો/લાભાર્થીઓ સાથે દરેક ઔપચારિક્તાઓ પૂર્ણ કરવામાં સહાય કરવી, માર્ગદર્શન આપવું.