તમલ, એક અગ્રણી વ્યાપાર પત્રકાર છે, મીન્ટ વર્તમાનપત્રમાં પ્રકાશિત થતી ‘બેન્કિંગ એન્ડ ફાયનાન્સ બેન્કર્સ ટ્રસ્ટ’ નામની સાપ્તાહિક કૉલમથી તેઓ ખ્યાત છે. આશરે એક દશકા અગાઉ જ્યારે એચટી મીડિયાએ મીન્ટનો પ્રારંભ કર્યો ત્યારથી તેઓ કોર ટીમના સભ્ય છે અને હાલમાં તેઓ બિઝનેસ સ્ટાન્ડર્ડ સાથે એક્સપર્ટ કોલમનિસ્ટ તરીકે સેવા પણ આપે છે. તેઓ જન સ્મોલ ફાયનાન્સ બેન્કના સલાહકાર પણ છે. તેઓ ‘એ બેન્ક ફોર ધ બક’, ‘સહારા’, ‘ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘બંધનઃ ધ મેકિંગ ઓફ એ બેન્ક’, ‘એચડીએફસી બેન્ક ૨.૦ ફ્રોમ ડૉન ટુ ડિજિટલ’ અને ‘પેન્ડોમોનિયમઃ ધ ગ્રેટ ઇન્ડિયન બેન્કિંગ ટ્રેજેડી’ અને તાજેતરમાં જ પ્રકાશિત થયેલ ‘રોલર કૉસ્ટરઃ એન અફેર વીથ બેન્કિંગ’ સહિત ફાયનાન્સ ઉપર ખૂબ જ વેચાતા કેટલાંક પુસ્તકોના લેખક પણ છે.
રાધાકૃષ્ણ નાયર
”
બેન્કિંગ, સિક્યોરીટીઝ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં ચાર દાયકાઓથી પણ વધારે અનુભવ સાથે તેમણે આઇઆરડીએ, સેબી અને આઇસીઆઇસીઆઇ ગ્રુપ જેવી ઘણી કંપનીઓમાં બોર્ડ-સ્તરના પદો ઉપર સેવા પ્રદાન કરી છે. તેઓ ઇન્સ્યોરન્સ અને સિક્યોરિટીઝના ક્ષેત્રમાં નવીનીકરણની પહેલો માટેની દોરવણી કરવા માટે પ્રખ્યાત છે.
અશોક બરાત
”
અશોક બરાત , ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એન્ડ કંપની સિક્યોરિટીઝ ઓફ ઇન્ડિયાના ફેલો મેમ્બર છે. તેમણે યુનિલિવર, ઇલેક્ટ્રોલક્સ, પેપ્સી, ટેલ્સ્ટ્રા અને હેઇન્ઝ જેવી મલ્ટીનેશનલ્સ કંપનીઓ સાથે કાર્ય કર્યું છે. તેઓ ફોર્બ્સ એન્ડ કંપની લિમિટેડના એમડી અને સીઇઓ તરીકે નિવૃત્ત થયા હતા અને તેઓ બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એમસી મેમ્બર ઓફ એસોકેમના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા અને આઇઆઇએમ(એલ)ના ભૂતપૂર્વ મુલાકાતી અધ્યાપક હતા.