રજત, ઇનહેરીટન્સ નીડ્સ સર્વિસીસ પ્રા. લિ.(આઇએનએસપીએલ)ના ફાઉન્ડિંગ ડિરેક્ટર છે અને તેમના પત્ની કો-ફાઉન્ડર તરીકે સેવા આપે છે.
તેઓ લૉ ગ્રેજ્યુએટ છે અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ્સ એન્ડ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાના ફેલો મેમ્બર છે.
તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાથી કર્યો. તેઓ ટેક્સ્ટાઇલ્સ, ફાર્માસ્યુટીકલ્સ, ક્રેડીટ રેટીંગ, લોજિસ્ટિક્સ, હાઇડ્રોકાર્બન અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ જેવા વિભિન્ન ક્ષેત્રોમાં ત્રણ દાયકાથી વધુ અનુભવ ધરાવે છે.
રજતના કોર્પોરેટ અનુભવમાં કંપનીઓમાં સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર્સ, પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ અને પબ્લિક માર્કેટ ઇન્વેસ્ટર્સ (રીટેલ અને.ઇન્સ્ટીટ્યુશનલ) સાથેની કામગીરીનો સમાવેશ થાય છે, જેઓ પીઆઇપીઇ, આઇપીઓ, રાઇટ્સ અને પ્રેફરેન્શિયલ ફાળવણીઓ દ્વારા ઇક્વિટી જારી કરતા હતા. રેટીંગની કવાયત દરમિયાન તેમના ક્રિસિલ સાથેના અનુભવથી તેઓ વિવિધ પ્રકારના કેપીટલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સ્ટ્રક્ચર્સના સંસર્ગમાં આવ્યા હતા. ટોરેન્ટ ગ્રુપની પ્રથમ કંપનીમાં તેઓ એક કૉર ટીમના સભ્ય હતા, જેમણે આઇપીઓ બજારોને નિહાળ્યા હતા અને ક્રિસિલને બજારો સુધી લઇ જવામાં નસીબદાર રહ્યા હતા. તેઓ ડીમર્જર પ્રક્રિયાઓનો અનુભવ ધરાવે છે અને પ્રવાહન તથા ઉત્તરાધિકારના મામલાઓ દરમિયાન વિભિન્ન પરિસ્થિતિઓના સંસર્ગમાં આવવાથી સક્ષમ-વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. રજતે વ્યાવસાયિક રીતે સંચાલિત, સંસ્થાગત માલિકીના અને પરિવાર દ્વારા સંચાલિત વ્યાપારો સાથે કામ કર્યું છે.
રજતે વિભિન્ન વૈધાનિક વ્યવસ્થાઓ હેઠળ, મૂડી સમસ્યાઓના નિયંત્રકથી લઇને સેબી દ્વારા સંચાલિત બજારો દ્વારા મુક્ત મૂલ્ય નિર્ધારણની કામગીરીઓ કરી છે. તેમના ઇનીશિયલ પબ્લિક ઓફરીંગ્સ, રાઇટ્સ ઇસ્યુઅન્સ અને ડીમર્જર પ્રક્રિયાઓમાં તેમના પ્રથમ અનુભવે તેમના સૈદ્ધાંતિક જ્ઞાનના આધારસ્તંભને સમર્થન આપીને તેમને એક મજબૂત અનુભવી આંતરદ્રષ્ટિ પ્રદાન કરી.
આઇએનએસપીએલના વર્તમાન સેવા પ્રસ્તાવોમાં વિભિન્ન પક્ષકારો સાથેના આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે અને હિતધારકો સાથે નિરંતરપણે ફોલો-અપ્સ લેવા અને ખ્યાલોની સ્પષ્ટતા રાખવી જરૂરી હોય છે, જે પ્રતિનિધિત્વ સંચાલનના પાયાની સ્થાપના કરે છે અને અમારા આદરણીય ગ્રાહકોને યોગ્ય પ્રતિનિધિત્વ માટે સક્રિય બનાવે છે.
રજત અને દેવજાની પાસે વિભિન્ન અનુભવ અને બહુવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિઓ ધરાવતી યુવાન અને જોશીલી ટીમનું સમર્થન છે. આ ટીમમાં બેન્કિંગ, ફાયનાન્સ, સેક્રેટેરીયલ, લીગલ, ઇન્વેસ્ટર સંબંધો અને શેર રજીસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં સમૃદ્ધ જ્ઞાન અને કોર્પોરેટ અનુભવ ધરાવતા સ્વયંપ્રેરિત વ્યાવસાયિકો સામેલ છે.